ગાંધી ચોક સર્કલને લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું પરંતુ ટુંકા સમયમાં જ આજે ભંગાર સ્થિતિ સર્જાઈ છે ! કોના કારણ

ગાંધી ચોક સર્કલને લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું પરંતુ ટુંકા સમયમાં જ આજે ભંગાર સ્થિતિ સર્જાઈ છે ! કોના કારણ

જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢ શહેરમાં કોર્પોરેશન દ્વારા જે કોઈ કામો કરવામાં આવ્યા હોય તે વિકાસનાં કામોની વચનોની લ્હાણી કરવામાં આવી હોય કે પછી નવા નવા વિકાસ કામોના ઠરાવો મનપાની સ્ટેન્ડીંગ કમીટીએ પાસ કર્યા હોય અને આ કામગીરી અંતર્ગત જયારે પણ કોઈ વિકાસ કામો કરવામાં આવે છે ત્યારે ઢંગધડા વિનાના કાર્યો થતા હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી છે. વિકાસનાં નામે નાણાંનો બેફામ દુરઉપયોગ થઈ રહયો હોવાની પણ ફરીયાદો છે. અને તેનો બોલતો પુરાવો જાે જાેઈએ તો જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલા સર્કલોને શણગારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં જે તસ્વીરો પ્રસ્તુત કરવામાં આવી છે તેમાં જાેવા મળે છે કે ગત તા. ર૩-૧૧-ર૪નાં સમયગાળામાં ગાંધી ચોકનું સર્કલ ટનાટન અને શણગારેલું જાેવા મળે છે. એટલું જ નહીં લાઈટ ડેકોરેશન પણ જાેવા મળી રહયું છે અને એક સારૂ સર્કલનું આકર્ષણ જે તે સમયે થઈ રહયું હતું. પરંતુ આ જ સર્કલની સિકકાની બીજી બાજુ જાેઈએ તો આજ તા. ૧૦-૯-રપનાં સમયગાળામાં લેવાયેલી આ તસ્વીરમાં રોશનીનો શણગાર, લાઈટ ડેકોરેશન બધુ જ અલોપ થઈ ગયું હોય તેમ જણાય છે. અને યોગ્ય જાળવણીનાં અભાવે આજે ગાંધી સર્કલની શણગારવાની કામગીરીને ઠેસ પહોંચી છે તે પ્રસ્તુત તસ્વીરમાં દર્શાય છે.