જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું
જૂનાગઢ તા.૧૪
રાજયના ઉર્જા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં માળીયા હાટીના ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે આયોજિત ધ્વજવંદન, અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણીના આયોજન માટે જવાબદારી સંભાળી રહેલા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
૧૫મી ઓગસ્ટના રોજ સ્કૂલ- કોલેજના વિદ્યાર્થીઓના જૂથો દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ આપવાના છે, તેમણે પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે કૃતિઓ રજૂ કરી હતી.
આ રિહર્સલમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડ, પ્રાંત અધિકારી સી. પી. હિરવાણીયા, સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


