માંગરોળ વહિવટી તંત્ર દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા ૧૪
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વહીવટી તંત્ર દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા નિકાળવામા આવી હતી. ગુરૂવારની સંધ્યાએ શહેરના જેઇલ ઝાપા, ગૌશાળાથી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે જેલ રોડ, લિમડાચોક, જુના બસ સ્ટેન્ડ અને આંબેડકરના પૂતળાથી થઈને ગૌશાળાએ સમાપન થઈ હતી. ત્રિરંગા યાત્રામાં માંગરોળ મામલતદાર વૈભવીબા મોરી, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, પાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, નિલેશભાઈ સોમૈયા, ઉપપ્રમુખ અબ્દુલ્લામીંયા સૈયદ, ફારૂકભાઈ હકીમ, હસનભાઈ કોતલ, ઈદ્રીસભાઈ જેઠવા સહિત સામાજિક અને રાજકીય આગેવાનો જાેડાયા હતા. શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જાેડાયા હતા. આ ત્રિરંગા યાત્રાથી શહેર ત્રિરંગામય થયું હતું. લોકોએ ઠેર-ઠેર ફૂલવર્ષા કરીને ત્રિરંગા યાત્રાનું સ્વાગત કર્યુ હતું.


