જૂનાગઢમાં ડો.બાબાસાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણીનાં આયોજન માટે બેઠક્ યોજાઈ
જૂનાગઢ તા.૬
ભારતના બંધારણના શિલ્પી ડો.બાબાસાહેબની જન્મજયંતિને લઈ જૂનાગઢમાં જાેરદાર તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. સમાનતા, ન્યાય અને બંધારણીય અધિકારોના સંદેશ સાથે ઓબીસી, એસ.સી./એસ.ટી. અને લઘુમતી સમાજ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં અનેક મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા હતા.
બાબાસાહેબ કુમાર છાત્રાલય, કેવડા વાડી ખાતે યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ ક્ષેત્ર નાં આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ભવ્ય આયોજન માટે વ્યૂહરચના તૈયાર કરી હતી. આ બેઠક દારા એવો સ્પષ્ટ સંદેશ આપવામા આવ્યો હતો કે, “બાબાસાહેબ એક વિચાર છે, અને એ વિચાર હવે જનઆંદોલન બની રહ્યો છે. રેલીનો રૂટ રેલવે સ્ટેશન, કોર્ટ રોડ, ચિતખાના ચોક, આઝાદ ચોક, એમ.જી. રોડ, કાળવા ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાં પાસે સમાપન થશે. બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે અને સંકલ્પવિધિ યોજાશે.
આ આયોજન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ એક મજબૂત સંદેશ છે જેમાં “હક અને અધિકાર માટેની લડત આજે પણ ચાલુ છે. ‘સમાજનો દરેક વર્ગ જાેડાય, અવાજ ઉઠાવે અને સમાનતા માટે એક બને’ આ પહેલ દર્શાવે છે કે, એસ.સી., એસ.ટી., ઓબીસી તેમજ લઘુમતી સમાજ આજે પણ બાબાસાહેબના દર્શાવેલા માર્ગ ઉપર અડગ છે અને ન્યાય માટે એકજૂટ છે અને રહશે. તેમ બટુકભાઇ મકવાણાની યાદીમાં જણાવાયું છે.


