શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની સાથે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની સાથે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૭
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તારીખ ૭-૪-૨૦૨૬ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી, સફરજન, કેરી, મોસંબી, કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે ૫:૩૦ કલાકે  મંગળા આરતી અને સવારે ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.