તુર્કીમાં ગત રાત્રે ૬.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો : અનેક ઈમારતો ધરાશાઈ

તુર્કીમાં ગત રાત્રે ૬.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો : અનેક ઈમારતો ધરાશાઈ

એજન્સી)        ઈસ્તંબુલ તા.૨૮
ગત રાત્રે તુર્કીના પશ્ચિમ બાલિકેસિર પ્રાંતના સિંદિરગી જિલ્લામાં ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ હોવાની માહિતી મળી છે.
ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦.૪૮ વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ લગભગ ૬ કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે.  ઇસ્તંબુલ સહિત નજીકના અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કીના ઉપપ્રમુખ જેવદેત યિલમાઝે જણાવ્યું હતું કે, અન્ય એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કરી રહી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦.૪૮ વાગ્યે ૫.૯૯ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ઈસ્તાંબુલ અને આસપાસના પ્રાંતો બુર્સા, મનીસા અને ઇઝમીરમાં અનેક આફ્ટરશોક અનુભવાયા હતા.