દ્રોણ ગામે ડેમ વિસ્તારમાં નાહવા પડેલ સાધુનું ડૂબી જવાથી મૃત્યુ

દ્રોણ ગામે ડેમ વિસ્તારમાં નાહવા પડેલ સાધુનું ડૂબી જવાથી મૃત્યુ

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૧૩
ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામની સીમમાં આવેલા માછુંદ્રી પિકઅપ વિયર ડેમની નીચે આવેલ પાણીના ધૂણા પાસે નાહવા ગયેલ મૂળ ઉત્તરપ્રદેશના હંસાપુરી જાેરાઈ, મહંમદપુરા સુલતાન પુરના રહેવાસી અને બે ત્રણ વર્ષથી ગરગઢડા પંથકમાં અલગ અલગ જગ્યાએ રહેતા સાધુ સનાતન પૂરી બાપુ ઉર્ફે શિવમ દેવસરમણ પાઠક (ઉ.વ. ૨૮) નહાતી વખતે પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગીરગઢડા પોલીસ અને સ્થાનિક તરવૈયાની મદદથી બેભાન હાલતમાં તેમને બહાર કાઢેલ હતા. ગીરગઢડા પોલીસએ અકસ્માતે મોતની નોંધ કરી યુપીમાં રહેતા તેના પરિવારને જાણ કરી હતી. આ બનાવની વધુ  તપાસ પી. એસ. આઇ. સિંધવ કરી રહ્યા છે.