બેંગકોકના પબમાં ભીષણ આગ ફાટી નીકળતા 27 જીવતા ભડથુ

બેંગકોકના પબમાં ભીષણ આગ ફાટી નીકળતા 27 જીવતા ભડથુ

બેંગકોક, તા.13
થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ઉત્તરી ભાગમાં આવેલા એક પ્રખ્યાત પબમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા છે. આ જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી. પબમાં હાજર એક મ્યુઝિશિયનના જણાવ્યા અનુસાર, સ્ટેજની નજીક લાગેલા સકિર્ટ બ્રેકરમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેની ગણતરીની સેક્નડોમાં જ આખા પબની લાઈટો ગુલ થઈ ગઈ અને એક જોરદાર ધડાકો સંભળાયો હતો. ધડાકા સાથે જ પબની અંદર કાળો ધુમાડો ભરાઈ ગયો હતો અને જોતજોતામાં આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું હતું. આ અકસ્માતમાં સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્યો પબના પાછળના ભાગમાં જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરોને પબના પાછળના ભાગમાં આવેલા વોશરૂમ-ટોયલેટમાંથી અનેક લોકોના મૃતદેહ મળી આવ્યા છે.