સુત્રાપાડાનાં ધામળેજ ગામે પીવાના પાણી પ્રશ્ને ગ્રામજનોનો ચકકાજામ
ગીર સોમનાથ તા. ૧૩
ગીર સોમનાથ જીલ્લામાં આવેલા સુત્રાપાડાનાં ધામળેજ ગામે ગ્રામજનોએ પીવાનાં પાણી પ્રશ્ને આજે ચકકાજામ કર્યો હતો. અને તીવ્ર આક્રોષ વ્યકત કર્યો હતો. છેલ્લા એક માસથી પીવાના પાણીની મુશ્કેલી રહેલી છે. ગૃહિણીઓને એક બેડા પાણી માટે પણ ભટકવુ પડે છે. પાણીના આ પ્રશ્ને થોડા દિવસો પહેલા ગૃહિણીઓએ હલ્લાબોલ કર્યો હતો. પરંતુ તંત્રનાં પેટનું પાણી પણ હલ્યુ ન હતું. આ ગામમાં વાસ્મો યોજના અંતર્ગત ૩ ટાંકી અને ૩ સંપ હોવા છતાં પણ પાણીની સમસ્યા સર્જાયેલી છે. પાણી પ્રશ્ને આજે ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓએ કોડીનાર, સુત્રાપાડા રોડ પર ચકકાજામ કરી ભારે વિરોધ દર્શાવ્યો હતો.


