પોરબંદર જિલ્લાકક્ષાની કલા મહાકુંભ-સ્પર્ધાનો શુભારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર ------- 

પોરબંદર જિલ્લાકક્ષાની કલા મહાકુંભ-સ્પર્ધાનો શુભારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર ------- 
ગોસા(ઘેડ)પોરબંદર તા.૮
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પોરબંદર દ્વારા સંચાલીત જિલ્લાકક્ષા કલા મહાકુંભ-સ્પર્ધા ૨૦૨પનો ડો. વિ.આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ,પોરબંદર ખાતે શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.
આ જિલ્લાકક્ષા કલા મહાકુંભ -સ્પર્ધામાં જિલ્લા પંચાયત પ્રમુખ  પરબતભાઈ પરમારે ઉપસ્થિત રહીને કલા મહાકુંભ-સ્પર્ધા શુભારંભ કરાવ્યો હતો અને કલા મહાકુંભ-સ્પર્ધાના સ્પર્ધકોને માર્ગદર્શિત કર્યો હતાં. 
પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કલા મહાકુંભ- સ્પર્ધાનું મહત્વ સમજાવીને આ પ્રકારની સ્પર્ધાઓના માધ્યમથી સ્પર્ધકને પ્લેટફોર્મ મળતું હોવાનો રાજીપો વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી એ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ- સ્પર્ધાના સ્પર્ધકોને  શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી,જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી,યુવા વિકાસ અધિકારી પરબતભાઈ હાથલિયા,સામાજિક અગ્રણી લાખણશીભાઈ ગોરાણીયા સહિતનાં અગ્રણીઓ તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,ઉલ્લેખનીય છે કે, કલા મહાકુંભ યોજવાનો મુખ્ય ઉદ્દેશ કલા જાગૃતિ, પ્રતિભા શોધ અને યોગ્ય તક, સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ કરવા અને કલાકારોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવી યોગ્ય પ્રતિભાઓને શોધી યોગ્ય સ્ટેજ આપવા માટે સાંસ્કૃતિક મહોત્સવ તરીકે સ્વરૂપ આપવાનો છે.
જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં તાલુકાકક્ષાએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની અલગ-અલગ ૦૪ (ચાર) વયજુથમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકો  તેમજ સીધી જિલ્લાકક્ષાએ યોજાનાર કૃતિઓના સ્પર્ધકો વિવિધ કલાની પ્રસ્તુતિ કરશે.
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ