કુતિયાણાના ઈશ્વરીયા ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ૩  ઝડપાયા

કુતિયાણાના ઈશ્વરીયા ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ૩  ઝડપાયા
ત્રણ ઈસમોને જુગાર રમતા રૂ.૧૦,૨૫૦ ના મુદામાલ સાથે પાડી  ગુન્હો દાખલ કરતી કુતીયાણા પોલીસ.
ગોસા(ઘેડ)તા.૦૮/૦૯/૨૦૨૫
 કુતિયાણાના ઈશ્વરિયા ગામે બુધ્ધનગર ના નાકે  જાહેરમાં સ્ટ્રીટ લાઈટ ના અજવાળે  ૩ પત્તા પ્રેમીઓને તીનપત્તી નામનો હારજીત નો જુગાર રમતા રૂ.૧૦,૨૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમની તમામ સામે ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જૂનાગઢ રેન્જ પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક  ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી/જુગાર ની બદી દૂર કરવા માટે  સૂચના આપેલ.
 જેના અનુસંધાને રાણાવાવ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક  સુરજીત મહેડુ નાઓએ જુગારધારાના કેશો શોધી કાઢવા  સુચના કરવામાં આવેલ 
 જે સૂચના અન્વયે  કુતિયાણા  પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પરમારના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સયુંકત બાતમી રાહે મળેલ ચોક્કસ હક્કિત આધારે કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામ બુધ્ધ નગર ના નાકે સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જાહેરમાં તીન પત્તી રોન પોલીસ નામનો હારજીત નો જુગાર રમતા (૧) રાજુ છગનભાઈ ચૌહાણ  ઉ.વ.૪૧ ધંધો ખેતી(૨)વેજા રાજા ભૂતિયા ઉ.વ.૪૫ ધંધો ખેતી રહે બન્ને ઈશ્વરીયા ગામ બુધ્ધનગર  તા. કુતિયાણા જિલ્લો પોરબંદર  અને (૩) ગોપાલ મનસુખભાઈ વડાણીયા ઉ.વ.૩૨ ધંધો ખેત મજૂરી  રહે ઈશ્વરીયા ગામ નવાપરા વિસ્તાર,તા. કુતિયાણા જી.પોરબંદરવાળાઓને રોકડા રૂ.૧૦,૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબનો પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
 આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એચ.જાડેજા તથા પોલીસ કોસ્ટેબલ મહેશ મેરામણ, વિજય ખીમાણંદ , અક્ષય કુમાર જગતસિંહ, તથા અશ્વિન વેજાભાઈ વગેરે રોકાયા હતા
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ