સોમનાથમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો : વાયુસેનાની સૂર્યકિરણ ટીમનો અદ્ભૂત એર-શો
11 પવિત્ર સ્થળનાં જળથી મંદિર શિખર પર કુંભાભિષેક અને ધ્વજારોહણ
ગીર સોમનાથ તા.11
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન મોદી આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026‘માં સહભાગી થયા.
આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવ્યો હતો. સોમનાથમાં ભવ્ય રોડ-શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર-શો નિહાળ્યો હતો.






