ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું ભારતને લઈને મોટું નિવેદન.
યુએનજીએ સત્ર દરમિયાન ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારત દેશને લઈને બહુ મોટું નિવેદન આપ્યું છે. મેલોનીએ જણાવ્યું કે ભારત વિશ્વમાં ચાલી રહેલા તમામ યુદ્ધને સમાપ્ત કરવા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મેલોની અને વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ફોન પર યુદ્ધનો અંત લાવવા પ્રયાપ્ત પ્રયાસો માટે ભારતનું સમર્થન અને વૈશ્વિક તેમજ પ્રદેશ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. જે બાદ આ નિવેદન બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ પછી જે રીતે વૈશ્વિક દેશોમાં ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ભારત પોતાના લોકોને એરલીફ્ટ કરીને સહીસલામત પોતાના દેશમાં લાવવામાં સફળ રહ્યું છે તેમજ યુદ્ધ દરમિયાન ભારતનો રાષ્ટ્રધ્વજ જે બસ કે ઘર પર લાગેલ હોય એને યુદ્ધ વચ્ચે પણ કોઇ દેશ નિશાન બનાવતું નથી. એ પરથી સાબિત થાય છે કે ભારત વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોને રોકવા અને મધ્યસ્થી કરવામાં સમર્થ છે.


