ઈરાને હોર્મુઝમાં બે જહાજાે પર મિસાઈલ હુમલો કર્યો : અમેરીકાએ વળતા હુમલાની ધમકી આપી : શાંતિ કરાર જાેખમમાં

ઈરાને હોર્મુઝમાં બે જહાજાે પર મિસાઈલ હુમલો કર્યો : અમેરીકાએ વળતા હુમલાની ધમકી આપી : શાંતિ કરાર જાેખમમાં

(એજન્સી)           તહેરાન, તા.7
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વની હોર્મુઝની સામુદ્રધુનીમાં સ્થિતિ વધુ વણસી છે. અમેરિકી અધિકારીઓના સત્તાવાર અહેવાલો મુજબ, ઈરાનના ‘રિવોલ્યુશનરી ગાર્ડ્સ‘ દ્વારા આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી પસાર થઈ રહેલાં કોમશિર્યલ જહાજો પર બે મિસાઈલો ફાયર કરવામાં આવી છે.
આ મિસાઈલ હુમલાને કારણે ઓમાનના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ રહેલાં એક મોટા ઓઈલ ટેન્કરની ડાબી બાજુએ ગંભીર નુકસાન થયું છે અને જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ હુમલાને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં જ થયેલી દરિયાઈ શાંતિ સમજૂતી જોખમમાં મુકાઈ ગઈ છે. આ ઘટનાને પગલે અમેરીકાએ ઈરાન પર વળતા હુમલાની ધમકી આપી છે.
આ સૈન્ય કાર્યવાહી પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક વિવાદિત નિવેદન જવાબદાર માનવામાં આવે છે. ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે કતારની મધ્યસ્થતાથી બંને દેશો વચ્ચે એક અઠવાડિયા માટે હુમલા રોકવાની વચગાળાની સમજૂતી થઈ હતી.