ખાંડ, ડુંગળી બાદ હવે ઘઉંનો વારો સરકારે નિકાસબંધી હટાવી : ભાવ વધશે

ખાંડ, ડુંગળી બાદ હવે ઘઉંનો વારો સરકારે નિકાસબંધી હટાવી : ભાવ વધશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
દેશમાં ખાંડ-ડુંગળીમાં જાેરદાર ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે ઘઉં તથા તેની બનાવટો પરના નિકાસ પ્રતિબંધો ઉઠાવી લેવાનો એકાએક ર્નિણય જાહેર કર્યો છે. આ પગલાથી ઘઉંના ભાવમાં તેજીનો સળવળાટ આવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓના મતે ભાવ પ્રતિ કિલો બે-ત્રણ રૂપિયા વધી જવાની શક્યતાનો ઇન્કાર થઇ શકતો નથી. કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ઘઉં તથા તેની બનાવટોની નિકાસ પ્રતિબંધિતને બદલે ઓપન કેટેગરીમાં મુકવામાં આવી છે. ચાર વર્ષ બાદ આ નિકાસ છૂટ્ટ આપવામાં આવી હોવાનું વેપારી વર્તુળોએ જણાવ્યું હતું. ઘઉંમાં નિકાસ છુટ્ટને પગલે ભાવો વધે છે કે કેમ તેના પર નજર રહેશે. ભાવવધારાના સંજાેગોમાં તહેવારોને ટાણે જ લોકોને વધુ એક ઝટકો સહન કરવો પડી શકે છે. છેલ્લા દિવસોમાં ખાંડ, ડુંગળી, ચોખા જેવી કૃષિ પ્રોડક્ટ મોંઘી થઇ છે અને તેનો જબરો ઉહાપોહ પણ છે, જ્યારે ઘઉંમાં ભાવ વધે તો મોંઘવારીનુ ચક્કર વધુ ગંભીર બની શકે છે.