ચાલુ વર્ષે અમેરીકાએ 1976 ભારતીયોને પરત મોકલ્યા
(એજન્સી) નવી દિલ્હી,તા.6:
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1076 ભારતીયોને અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવ્યા છે તેમ ભારતનાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશ ગેરકાયદે માઇગ્રેશન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. ભારતીય વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જ્યસવાલે જણાવ્યું હતું કે 2025માં કુલ 3567 ભારતીયોને અમેરિકામાંથી ભારત પરત મોકલવામાં આવ્યા હતાં. ટ્રમ્પ વહીવટી તંત્ર અમેરિકામાં ગેરકાયદે માઇગ્રન્ટ્સની વિરુદ્ધ એક મોટા અભિયાન હેઠળ કાર્યવાહી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું, હતું કે નિર્વાસન, પ્રવાસ અને મોબિલિટીનાં મુદ્દાઓ પર બંને દેશો સતત સંપર્કમાં છે. બીજી તરફ અમેરિકામાં H1-B જેવા વિઝા પર રહેતા ભારતીયોમાં ઇમિગ્રેશન અંગે ચાલી રહેલી ચિંતાઓ વચ્ચે અમેરિકાનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ વિઝા નિયમ એવા નથી કે જે ભારતીયોને નિશાન બનાવતા હોય.


