જૂનાગઢમાં મંગલેશ્વર મહાદેવની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં મંગલેશ્વર મહાદેવની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૯
મધુરમ આસોપાલવ સોસાયટીમાં નવ નિમિર્ત મંગલેશ્વર મહાદેવની પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાય ગયો.  જેમાં વિવિધ દેવતાં ની પ્રતીમાં શોભા યાત્રા મંદિરેથી નીકળી મધુરમ ગેટ થઈ ફરી મંદિરે પૂર્ણ થઈ હતી. જેમાં વાજતે, ગાજતે ધામિર્ક ગીતો ને સંગે શોભા યાત્રા નીકળી હતી. જેમાં બહેનો દ્વારા શુદ્ધ જળ, શ્રીફળ થી સુકન કરી ધામિર્ક પરંપરા કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયાં હતાં.  જેમાં હવન, દર્શન તેમજ પ્રતીમાં ઓની શાસ્ત્રોક્ત વિધિથી ભૂદેવોનાં મંત્રોચાર વચ્ચે પૂજા કરવામાં આવી હતી. તેમજ મહાપ્રસાદમાં તેમજ દર્શન માં ભાવિકો બહોળી સંખ્યામાં જોડાય લાભ લીધો હતો. તેમજ રાત્રે ડાયરાનાં કાર્યક્રમરમાં રાજુભાઈ ભટ્ટ, નીરૂબેન દવે તેમજ અવધ ભટ્ટ દ્વારા શ્રોતાઓને રસબોળ કરવામાં આવેલ હતા. જેમાં જાણીતાં હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકા વાળાએ પણ હાસ્યની છોળો ઉડાળી હતી. તેમજ હનુમાન ચાલીસાનાં પાઠનું પણ આયોજન હતું.

શનિવાર હોય ભાવિકોએ હનુમાન ચાલીસાનાં પાઠ કરેલ હતાં. તેમજ જાણીતાં કથાકાર ડો. મહાદેવપ્રસાદજી સહીત સંતોની ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવેલ હતાં. રવિવારે કાર્યક્રમની પુર્ણાહુતી થઈ હતી. જેમાં જૂનાગઢની ધર્મ પ્રેમી જનતા આ ધામિર્ક પ્રાણપ્રતિષ્ઠાનાં કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહિ દર્શન, મહાપ્રસાદનો લાભ સહપરિવાર લીધો હતો. જયારે રવિવારે બપોરે મંગલેશ્વર મહાદેવ સહીત નવ ગ્રહની સાથે તમામ દેવતાઓની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. મધુરમ આસોપાલવ સોસાયટીમાં આ નવનિમિર્ત મંગલેશ્વર મહાદેવનું સ્થાન નિર્માણ થતાં ભાવિકોમાં ધર્મ, ભક્તિની લાગણી જન્મી હતી. આ મંદિરમાં નવગ્રહ, શીતળામાં સહીત દેવતાં બિરાજમાન છે. આ મંગલેશ્વર મહાદેવનાં પ્રાણપ્રતિષ્ઠાકાર્યક્રમમાં સોસાયટીનાં રહેવાસીઓ તેમજ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવાં જહેમત ઉઠાવી હતી.