જૂનાગઢ, કેશોદ પંથકમાં દારૂ અંગે દરોડા  દારૂ, વાહનો સહિત મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ, કેશોદ પંથકમાં દારૂ અંગે દરોડા  દારૂ, વાહનો સહિત મુદ્દામાલ જપ્ત

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ શહેર સહિત કેશોદ પંથકમાં વિદેશી દારૂ અંગે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને કેશોદ લાખોનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢના ઝાંઝરડા રોડ ગરનાળા નજીકથી લક્ષ્મણ હરીભાઈ સેવકાણીને 15 ટીન બીયર કિ.રૂા.1619 સહિત મોબાઈલ અને મોટર સાયકલ મળી કુલ રૂા.41619ના મુદ્દામાલ સાથે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ પુછપરછ કરતા આ દારૂ ગોરધન અજવાણીએ આપ્યાનું ખુલતા પોલીસે બંને વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. જયારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે કેશોદમાં આવેલ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા રમેશ ઉર્ફે રામો જેતાભાઈ ગરચરના મકાને દારૂ અંગે દરોડો પાડતા મકાનમાં તેમજ રીક્ષામાં રાખેલ વિદેશી દારૂની 960 બોટલ કિ.રૂા.3,25,000 સહિત મોબાઈલ, મોટર સાયકલ અને રીક્ષા મળી કુલ રૂા.4,25,200નો મુદ્દામાલ કબ્જે કરી હાજર નહી મળી આવેલ રમેશ ઉર્ફે રામો જેતા ગરચર વીરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ કેશોદની દર્શન સોસાયટી વિસ્તારમાંથી અભિજીત કનુભાઈ તેજાભાઈ દયાતરને નાની મોટી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ 1032 બોટલ કિ.રૂા.3,24,000 તેમજ મોબાઈલ, કાર સહિત કુલ રૂા.4,24,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અભિજીત દયાતર સહિત હાજર નહી મળી આવેલ રાજેન્દ્ર ઉર્ફે રાજુ રાણા બાબરીયા અને બાવન ધાના ગરચર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તેમજ કેશોદ પોલીસે મઢડા ગામથી મુળીયાસા ગામ તરફ જતા કાચા રસ્તા પરથી ભાવેશ લખમણ પીઠીયાને વિદેશી દારૂની 98 બોટલ કિ.રૂા.11934ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.