ટ્રમ્પના જડ વલણને કારણે અમેરીકાનાં ઈતિહાસનું સૌથી લાંબુ શટડાઉન : રૂા.૧ લાખ કરોડનું નુકશાન
(એજન્સી) વોશિંગ્ટન તા.૫
૧ ઓક્ટોબરથી શરૂ થયેલા યુએસ સરકારી શટડાઉનનો આજે ૩૬મો દિવસ છે. આ અમેરીકાના ઇતિહાસનું સૌથી લાંબું શટડાઉન છે. અગાઉ ૨૦૧૮માં રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ
દરમિયાન સરકાર ૩૫ દિવસ માટે બંધ રહી હતી.
ટ્રમ્પ હેલ્થ કેર પ્રોગ્રામની સબસિડી વધારવા તૈયાર નથી, જેને કારણે અમેરિકી સંસદના ઉપલા સદન સિનેટમાં ફંડિંગ બિલ પાસ થયું નથી. આ બિલ પર અત્યારસુધી ૧૩ વખત વોટિંગ થઈ ગયું છે, પરંતુ દરેક વખતે બહુમત માટે જરૂરી ૬૦ મતથી ૫ાંચ મત ઓછા રહી ગયા.
શટડાઉનથી અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસ (ઝ્રમ્ર્ં) અનુસાર, નુકસાન પહેલાંથી ૧૧ બિલિયન ડોલર (આશરે ૧ લાખ કરોડ) સુધી પહોંચી ગયું છે. જો શટડાઉન ટૂંક સમયમાં સમાપ્ત નહીં થાય, તો ચોથા ક્વાર્ટરમાં દેશની ય્ડ્ઢઁ ૧%થી ૨% ઘટી શકે છે.
અત્યારસુધીમાં ૬૭૦,૦૦૦ સરકારી કર્મચારીને રજા પર મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ૭૩૦,૦૦૦ લોકો પગાર વિના કામ કરી રહ્યા છે. જેના કારણે આશરે ૧૪ લાખ લોકો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે દેવા પર આધાર રાખે છે.


