દ્વારકાના ભીમરાણાના દરિયા કિનારે ૧૮ર૦૦ ચો. ફુટનું ધાર્મિક દબાણ હટાવાયું ર૦૦૦ ચો. ફૂટ ગૌચરની જમીન ખૂલ્લી કરાઈ

દ્વારકાના ભીમરાણાના દરિયા કિનારે ૧૮ર૦૦ ચો. ફુટનું ધાર્મિક દબાણ હટાવાયું ર૦૦૦ ચો. ફૂટ ગૌચરની જમીન ખૂલ્લી કરાઈ

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે દરિયા કિનારા વિસ્તારના ૧૮૨૦૦ ચો. ફુટ વિસ્તારમાં ફેલાયેલ ધાર્મિક દબાણને તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવવામાં આવ્યું હતું. ભીમરાણા ગામે દરિયા કિનારે ગેરકાદેસર રીતે બનાવવામાં આવેલ ધાર્મિક દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળતાં આશરે ૨૦૦૦ ચોરસ ફુટ જેટલી ગૌચરની જમીન પણ ખૂલ્લી કરાઈ છે. તંત્રની દબાણ હટાવ કામગીરીનો ઉદ્દેશ ગોચરની જમીનો પર થયેલા દબાણોને મુકત કરાવવાનો છે. આ અગાઉ થોડા સમય પહેલા પણ દ્વારકા તાલુકાના બેટ દ્વારકા, ઓખા સહિતના દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં છેલ્લા સમયમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.