મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજ આહિર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજ આહિરે ગાંધીનગરમાં લીધી હતી. ગુજરાતમાં ઓ.બી.સી.ને મળતા લાભો અને અનામતની અમલવારી અંગેની સમીક્ષા બેઠક માટે તેઓ અમદાવાદ આવ્યા છે અને તેમણે રાષ્ટ્રીય આયોગના સચિવ મીતા રાજીવલોચન અને અધિકારીઓને સાથે રાખીને સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, સામાજિક ન્યાય અને અધિકારિતા અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ, આઈ.જી.પી. ગગનદિપ ગંભીર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી. તેમની આ અમદાવાદ મુલાકાત દરમિયાન તેમણે સોમવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત આયોગના સભ્ય ભુવન ભુષણ કમલ સાથે ગાંધીનગરમાં લીધી હતી.


