ગાંધીનગરના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા લગાવાયા
ગાંધીનગર, તા.૪
ગાંધીનગરના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન સેન્સર અને કેમેરા-આધારિત સિસ્ટમ અને ઇન્સ્પેક્ટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતું હતું. પરંતુ હવે આ સમગ્ર પ્રક્રિયા છૈં દ્વારા સંચાલિત થશે. આ નવી સિસ્ટમ ઘણી વધુ અદ્યતન અને ચોક્કસ છે. તે ડ્રાઇવર દ્વારા નિયમોનું પાલન થયું છે કે નહીં તે બારીકાઈથી તપાસશે. આનાથી પરિણામોમાં માનવીય હસ્તક્ષેપની શક્યતા નહિવત્ થઈ જશે.
નોંધનીય છે કે, હાલમાં ગાંધીનગર ઇ્ર્ં માં દરરોજ ૨૦૦થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે અને આગામી સમયમાં પણ AI સિસ્ટમ દ્વારા આટલા જ ટેસ્ટ લેવાનું આયોજન છે. આ ટેસ્ટનો ડેટા સીધો જ સારથી એપ્લિકેશનમાં ઓનલાઇન અપડેટ થઈ જશે, જેનાથી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. આ પગલું ગુજરાતને માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં એક અગ્રણી રાજ્ય તરીકે સ્થાપિત કરશે
છૈં દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો ર્નિણય સુપ્રીમ કોર્ટના મુખ્ય ઉદ્દેશ સાથે સુસંગત છે. સુપ્રીમ કોર્ટે ૨૦૩૦ સુધીમાં માર્ગ અકસ્માતોમાં થતા માનવ મૃત્યુની સંખ્યામાં ૫૦% ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. યોગ્ય અને કડક ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયા દ્વારા, અકસ્માતોની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો કરી શકાય છે.
છૈં ટેકનોલોજીના અમલથી ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ થવાનું પ્રમાણ થોડું ઓછું થવાની શક્યતા છે. આનું કારણ એ છે કે છૈં સિસ્ટમ એક પણ નાની ભૂલને પણ અવગણશે નહીં. જ્યારે કોઈ માનવ નિરીક્ષક ઘણીવાર નાની ભૂલોને માફ કરી શકે છે, ત્યારે છૈં સિસ્ટમ નિયમોનું સખતપણે પાલન સુનિશ્ચિત કરશે. આનાથી ખરેખર કુશળ અને નિયમોનું પાલન કરતા ડ્રાઇવરો જ લાઇસન્સ મેળવી શકશે, જે રસ્તાઓ પર સુરક્ષામાં વધારો કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પહેલેથી જ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ અપનાવી ચૂક્યું છે, જેના કારણે આપણે અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણા આગળ છીએ. ઘણા રાજ્યોમાં હજુ પણ ડ્રાઇવિંગ ટેસ્ટ મેન્યુઅલી જ લેવાય છે. સરકારે આ પ્રક્રિયાને વધુ સુધારવા માટે છૈં કેમેરા લગાવવાનો ર્નિણય કર્યો છે, જેના વાયરિંગનું કામ હાલ પ્રગતિમાં છે. આ સિસ્ટમ આગામી ૧૫ દિવસથી એક મહિનાની અંદર કાર્યરત થઈ જશે.


