ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩ ટકા, સામાન્ય પ્રવાહનું ૯ર.૭૧ ટકા પરિણામ જાહેર
અમદાવાદ તા.૦૪
ધો-૧૨ સાયન્સનું ૮૪.૩૩ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ જાહેર થયું છે. ફેબ્રુઆરી-૨૦૨૬ની પરીક્ષામાં ધોરણ ૧૨ સાયન્સના ૧,૧૯,૨૬૩ અને સામાન્ય પ્રવાહના ૫,૦૧,૨૮૬ મળી કુલ ૬.૨૦ લાખ પરીક્ષાર્થી નોંધાયા હતા.
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધોરણ-૧૨નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં વિજ્ઞાન તથા સામાન્ય બંને પ્રવાહના પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ ૧૫૬ કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૮,૨૫૬ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી ૯૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ ૮૪.૩૩ ટકા નોંધાયું છે.
જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે દાહોદ જિલ્લો અંતિમ ક્રમે નોંધાયો છે, તેમજ કેન્દ્ર મુજબ કુંભારીયા કેન્દ્ર એ પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, સામાન્ય પ્રવાહમાં ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેનું કુલ પરિણામ ૯૨.૭૧ ટકા નોંધાયું છે, જે નોંધપાત્ર ગણાય છે. રાજ્યભરમાં પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ પોતાના પરિણામ જાણવા માટે ઉત્સુક બન્યા હતા અને શાળાઓ તથા ઓનલાઈન માધ્યમો પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.
ધોરણ ૧૨ સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું છે. ૧ લાખ ૩૨ હજાર પૈકી ૯૯ પર્સેન્ટાઈલ સાથે ૧૪૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. છ ગ્રુપમાં ૬૯૫ વિદ્યાર્થી, મ્ ગ્રુપમાં ૭૬૪ વિદ્યાર્થી અને ૯૮ પર્સેન્ટાઈલ સાથે છ ગ્રુપના કુલ ૧૨૩૩ અને મ્ ગ્રુપમાં ૧૫૬૩ વિદ્યાર્થી પાસ થયા છે.


