2027ના અંત સુધીમાં સોનાની કિંમત 6000 ડોલર પ્રતિ ઔંસ પહોંચી જશે
નવી દિલ્હી,તા.18:
2025માં લગભગ 65 જોરદાર ઉછાળો આપ્યા પછી, 2026માં સોનાની કિમતમાં અત્યાર સુધી ખાસ વધારો જોવા મળ્યો નથી. વર્ષની શરૂઆતની સરખામણીમાં હાલની કિમતો લગભગ એ જ સ્તરે છે. વચ્ચે-વચ્ચે ભાવમાં ઉછાળો અને ઘટાડો જોવા મળ્યો છે. આ વચ્ચે, જાણિતી ઇન્વેસ્ટમેન્ટ બેંક JP Mrogan સોનાને લઈને ખૂબ જ પોઝિટિવ છે. બેંકનું માનવું છે કે, જ્યારે 2027ના અંત સુધીમાં સોનાની કિમત 6,300 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. હાલના સ્તરથી જોવામાં આવે તો, આ લગભગ 40 ટકાનો સંભવિત ઉછાળો છે.


