નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અન્ડર ૧૯માં જૂનાગઢના યુવા ક્રિકેટર કર્મવીર જાડેજાની પસંદગી

નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અન્ડર ૧૯માં જૂનાગઢના યુવા ક્રિકેટર કર્મવીર જાડેજાની પસંદગી

જૂનાગઢ, તા.પ
જીલ્લા પંચાયત સ્પોર્ટ્સ ક્લબ ખાતે જૂનાગઢ ક્રિકેટ એકેડેમીના ચીફ ક્રિકેટ કોચ હનીફ કુરેશી પાસે ક્રિકેટની તાલીમ લઇ રહેલ કર્મવીર જાડેજાની S.G.F.I. સ્કુલ ગેમ અન્ડર-૧૯ નેશનલ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગુજરાતની ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ છે. હરિયાણાના હીસાર ખાતે આ ટુર્નામેન્ટમાં રમવા જશે જીલ્લા પંચાયત સ્પોર્ટ્સ ક્લબ ખાતે કર્મવીર જાડેજાને શુભેચ્છા પાઠવવા સ્પોર્ટ્સ કલબના નોડલ ઓફિસર પવારની અધ્યક્ષતામાં કાર્યક્રમ રાખવામાં આવેલ.
કર્મવીર જાડેજા અને તેમના કોચ હનીફભાઈ કુરેશીને જુનાગઢ જીલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ કોટેચા સીલેક્ટર કમલેશભાઈ ચાવડા કોચ ગૌતમભાઈ બાબરિયા તથા ભરતભાઈ બઢ પ્રશાંતભાઈ દેસાઈ જિલ્લા વિકાસ અધિકારી પટેલ ડેપ્યુટી ડીડીઓ સોમપુરા મેડમ તથા માજી નેશનલ કોચ અને. કે. શર્મા  બંગાળના ક્રિકેટ કોચ સૌરભ લહેરી સર અતુલભાઈ વ્યાસ જીલ્લા પંચાયતના કેપ્ટન મિતુલભાઇ આહીર તથા કોચ ઈરફાનભાઈ ગરાણા દ્વારા શુભેચ્છા પાઠવવા આવેલ હતી.જ્ઞ