વિશ્વ હિન્દુ પરીષદ બજરંગ દળ જૂનાગઢ દ્વારા હુતાત્મક દિવસની ઉજવણી

વિશ્વ હિન્દુ પરીષદ બજરંગ દળ જૂનાગઢ દ્વારા હુતાત્મક દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.પ
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જૂનાગઢ મહાનગર દ્વારા તા. ૨-૧૧-૨૦૨૫ ને રવિવારના રોજ હુતાત્મક દિવસની ભાવુક મનથી ઉજવણી કરવામાં આવી હતી. હુતાત્મક દિન એટલે ૧૯૯૦ માં જે કાર સેવા થઈ હતી અને બાબરીના ઢાંચો તોડવામાં આવ્યો હતો તેમાં કોઠારી બંધુ (રામ કોઠારી/ શરદ કોઠારી) તેમજ અન્ય કાર સેવકોની મુલા મુલાયમની સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તો તેમને યાદ કરીને આ હુતાત્મક દિનની સમગ્ર ભારતભરમાં બજરંગદળ દ્વારા સેવા કાર્ય કરીને ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં સૂર્ય મંદિર પ્રખંડ તેમજ સિદ્ધનાથ પ્રખંડ એમ કુલ મળીને બે સ્થાન પર રક્તદાન કેમ્પના આયોજનો હતા જેમાં સારી એવી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ રક્તદાન કર્યું હતું. આ સેવા રૂપી રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓ જેમકે કેન્સર, થેલેસમીયા, એક્સિડેન્ટ તેમજ સગર્ભા મહિલાઓની સારવાર માટે મદદ રૂપ થઈ શકે. આ કાર્યકમને સફળ બનવા માટે બજરંગ દળ મહાનગર સંયોજક હિતેષભાઈ ખૂંટી, સિદ્ધનાથ પ્રખંડ સંયોજક રાજુભાઈ ઠાકર તેમજ જયભાઈ ગેડિયા, યાજ્ઞિક પરમાર, અંકિતભાઈ ભટ્ટ, હાદિર્કભાઈ શિયાળ, હાદિર્કભાઈ ભાનુશાળી તેમજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી તેમજ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે કર્ણાવતી ક્ષેત્રમાંથી આવેલ સામાજિક સમરસતા પ્રમુખ રસેશભાઈ રાવલ, વિભાગ સહમંત્રી જયેશભાઈ ખેશવાની વિભાગ સંયોજક વિપુલભાઈ ઢોલા જૂનાગઢ મહાનગર મંત્રી વિપુલ રાવત સહમંત્રી કૌશલભાઈ પંચાસરા અને બાળસંસ્કર કેન્દ્ર પ્રમુખ જોગીભાઈ કોટેચા તેમજ અશોકભાઈ જિંજુવાડીયા જુગલભાઈ વૈષ્ણવ સ્થાનિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કાર્યને લઈને બજરંગ દળના કાર્યકરોનું સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સમ્માન કરાયું હતું