બીએલઓની કામગીરી કરી રહેલા કોડીનારના છારા ગામના શિક્ષકે આત્મહત્યા કરી : ખળભળાટ
મતદાર યાદી સુધારણા (SIR) કામગીરી અને ઉપલી કચેરીના દબાણનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
(બ્યુરો) કોડીનાર તા.ર૧
કોડીનાર તાલુકાના છારા ગામે ફરજ બજાવતા એક શિક્ષક કે જે બીએલઓ તરીકેની પણ કામગીરી કરે છે. તેમણે આત્મહત્યા કરી લીધાનો બનાવ બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. મૃતક શિક્ષકે સ્યુસાઈડ નોટમાં એવું જણાવ્યું છે કે, એસઆઈઆર કામગીરીના દબાણથી તેણે આ પગલું ભર્યું હોવાનું દર્શાવ્યું છે. જેને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. જાેકે, પોલીસે આ આત્મહત્યા કેસમાં તપાસની કામગીરી હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને મ્ન્ર્ં અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર ૪૦)એ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે આ પગલું ભર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરી દ્વારા જીૈંઇ કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. અરવિંદ વાઢેર છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ દુ:ખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણા અભિયાન
જાેરશોરથી ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત બીએલઓ તરીકે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કામગીરીમાં રોકાયેલા બીએલઓને તનાવભરી સ્થિતિમાં મુકાવુ પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીં, કેટલાક મહિલા બીએલઓ સાથે ગેરવર્તન પણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.


