બનાસકાંઠાના સુઈગામની હાલત દયનીય, 700થી વધુ ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ

બનાસકાંઠાના સુઈગામની હાલત દયનીય, 700થી વધુ ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ
DNA India

બનાસકાંઠાના સુઈગામમાં વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ગામના 700થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા હોવાની વાત સામે આવી છે,ઘરોમાં કેડસમા પાણી ભરાતા ઠેર-ઠેર તારાજી સર્જાઈ છે અને લોકોની ઘરવખરી પલળી ગઈ છે તથા વરસાદી પાણીમાં તણાઈ પણ ગઈ છે, વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થયા હોવાનું પણ જાણવા મળે છે.સુઈગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને ઘણા વિસ્તારોમાં 7 ફૂટથી વધુ પાણી ભરાયા છે, વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થયા છે, સુઈગામથી વાવ, સુઈગામથી ભાભરનો રસ્તો બંધ થયો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સુઈગામની પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે.