ભાગેડુ નિરવ મોદીને ફટકો : બેંક ઓફ ઈન્ડિયાએ રૂા.100 કરોડનો કેસ જીત્યો

ભાગેડુ નિરવ મોદીને ફટકો : બેંક ઓફ ઈન્ડિયાએ રૂા.100 કરોડનો કેસ જીત્યો

લંડન તા.24:
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે લંડન હાઈકોર્ટના જજે નીરવ મોદી સામેના કેસમાં બેંક ઓફ ઈન્ડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો. બેંક ઓફ ઈન્ડિયાએ લંડન હાઈકોર્ટમાં નીરવ મોદી સામે રૂ.100 કરોડનો કેસ જીતી લીધો છે. કોર્ટે જણાવ્યું હતું કે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી પર જાહેર ક્ષેત્રની બેંકનું 10.7 મિલિયન ડોલર (રૂા. 100 કરોડથી થોડું વધારે) બાકી છે. નીરવ મોદી પીએનબી કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે.
લંડન હાઈકોર્ટના ન્યાયાધીશ સિમોન ટિકલરે મંગળવારે લંડન સકિર્ટ કોમશિર્યલ કોર્ટમાં પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, નીરવ મોદી બેંકને આપવામાં આવેલી વ્યક્તિગત ગેરંટી હેઠળ ડોલર 4.1 મિલિયન (આશરે રૂા.38.9 કરોડ) ની મૂળ રકમ ચૂકવવા માટે જવાબદાર છે.