માંગરોળની ઐતિહાસિક રણછોડરાયજી હવેલી વિશે મહાશોધ નિબંધ તૈયાર થયો
માંગરોળ, તા.25
પૌરાણિક એક જ પથ્થરમાંથી કોતરણી કરી બનાવાયેલું ઠાકોરજીના દસ અવતાર વાળું સિંહાસન, વાવમાંથી ભગવાનનું પ્રાગટય તથા નરસિંહ મહેતાના કાકા પરબત મહેતા સાથે જેનો ઇતિહાસ જાેડાયેલો છે તેવી માંગરોળની ઐતિહાસિક રણછોડરાયજી હવેલી વિશે અત્રેની એમ.એન.કંપાણી આર્ટસ એન્ડ એ.કે.શાહ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ "રણછોડરાયજી હવેલીનો ભક્તિ રસ : એક સાંસ્કૃતિક વારસો (Bhakti Rasa In Ranchodraiji Haveli : A Cultural Study) મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. કોલેજના પ્રો. ડો. શિતલબેન ઠાકોર તથા હાલ મંદીરની સેવા પુજા કરતા ખ્યાતિબેન મેહતાના માર્ગદર્શન હેઠળ રાજલ કોડીયાતર, દર્શના ગોસ્વામી, દિશા ગોસ્વામી, ધ્રુવિ ગરચર, સુમિત્રા ગરેજા, વંદના પરમાર, તથા નિતિશા જાેષીએહવેલીની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, વૈષ્ણવોનું ધર્મશાસ્ત્ર, તહેવારોનું કેલેન્ડર, પરબત પચ્ચિશી પુસ્તકની સમિક્ષા સહિતના મુદાઓને સમાવી થિસિસ તૈયાર કરવા બદલ કોલેજના પ્રિન્સિપાલ એચ.ડી.ઝણકાત તથા પ્રાધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા.


