દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ પોલીસના વીજ ચેકીંગમાં 27 લાખથી વધુનો દંડ : 32 વીજ જોડાણો કપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ પોલીસના વીજ ચેકીંગમાં 27 લાખથી વધુનો દંડ : 32 વીજ જોડાણો કપાયા

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.23
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સહિતના તાલુકાઓમાં વસવાટ કરતા હિસ્ટ્રીશીટર્સના ઘરે થતી વીજ ચોરી પકડી પાડવા માટે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાથી ડીવાયએસપી મિત રૂદલાલના વડપણ હેઠળ ખંભાળીયા, ભાણવડ, સલાયા, વાડીનારના પોલીસ અધિકારીઓ તેમજ પીજીવીસીએલના સ્ટાફ દ્વારા સતત બે દિવસ સુધી વિજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ખંભાળીયામાં ૩૫ સ્થળેથી વીજચોરી ઝડપાઈ હતી જેમાં કુલ 5,80,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ભાણવડમાંથી 11 સ્થળે વિજચોરી ઝડપાઈ હતી જેમાં કુલ 6,54,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સલાયામાં પકડાયેલ વિજચોરીમાં કુલ રૂા.13,00,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો જયારે વાડીનારમાં ચાર સ્થળે વીજચોરી ઝડપાતા રૂપિયા 2,45,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.