યુધ્ધને કારણે ભારતના ખાતર ઉત્પાદનમાં ૧પ ટકાનો ઘટાડો થશે

યુધ્ધને કારણે ભારતના ખાતર ઉત્પાદનમાં ૧પ ટકાનો ઘટાડો થશે

(એજન્સી)         મુંબઈ તા.૨૭:
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સપ્લાય ચેઇન વિક્ષેપોને કારણે ભારતના યુરિયા અને જાટિલ ખાતરોના ર્વાષિક સ્થાનિક ઉત્પાદનમાં ૧૦-૧૫ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે, એમ ક્રિસિલ રેટિગ્સના અહેવાલમાં જણાવાયું હતું. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા મુદ્દાઓ ખરીફ સિઝન માટે નિર્ણાયક સમયે ખાતર સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી શકે છે. લગભગ ત્રણ મહિના સુધી એલએનજી અને એમોનિયા સપ્લાયમાં વિક્ષેપ ચાલુ રહેવાથી સ્થાનિક યુરિયા અને જાટિલ ખાતરના ઉત્પાદનમાં ૧૦-૧૫ ટકાનો ઘટાડો થઈ શકે છે, એવુ ક્રિસિલ રેટિગ્સના ડિરેક્ટર આનંદ કુલકર્ણીએ જણાવ્યું હતું.