યમનના હુતી વિદ્રોહીઓએ જંગમાં ઝંપલાવ્યું ઈઝરાયલ ઉપર બેલેસ્ટિક મિસાઈલ છોડી

દુબઈમાં મિસાઈલનો કાટમાળ પડવાથી પાંચ ભારતીયો ઘાયલ : બેની હાલત ગંભીર

યમનના હુતી વિદ્રોહીઓએ જંગમાં ઝંપલાવ્યું  ઈઝરાયલ ઉપર બેલેસ્ટિક મિસાઈલ છોડી

(એજન્સી)             દુબઈ તા.ર૮
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના ૨૮ દિવસ પછી હવે હુતી વિદ્રોહીઓ પણ તેમાં સામેલ થઈ ગયા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટ અનુસાર, યમનમાં હાજર ઈરાન સર્મથિત હુતી વિદ્રોહીઓએ લગભગ ૨૦૦૦ કિલોમીટર દૂર ઈઝરાયલના દક્ષિણી શહેર બેર્શેબા અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવતા બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી.
ઈઝરાયલી સેના અનુસાર, મિસાઈલ લોન્ચની જાણ થતા જ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી અને ખતરાને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યો. આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. વર્તમાન યુદ્ધ દરમિયાન યમનથી ઈઝરાયલ ઉપર આ પહેલો હુમલો માનવામાં આવી રહ્યો છે.
હુતીએ આ પહેલા ગાઝા યુદ્ધ શરૂ થયા પછી નવેમ્બર ૨૦૨૩માં ઈઝરાયલ અને દરિયાઈ જહાજો પર હુમલા શરૂ કર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયલે પણ તેમના પર જવાબી હુમલા કર્યા હતા. જોકે ઓક્ટોબર ૨૦૨૫માં હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયા પછી હુતી વિદ્રોહીઓએ ઈઝરાયલ પર હુમલા રોકી દીધા હતા.
જ્યારે, ેંછઈમાં ઇન્ટરસેપ્ટ કરાયેલી બેલિસ્ટિક મિસાઈલોના કાટમાળ પડવાથી પાંચ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. તેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર જણાવવામાં આવી છે.