યુરોપ સળગતી ભઠ્ઠીમાં ફેરવાયું : 26 દેશોમાં હીટવેવથી હાહાકાર

યુરોપ સળગતી ભઠ્ઠીમાં ફેરવાયું : 26 દેશોમાં હીટવેવથી હાહાકાર

પેરિસ,તા.24
જે યુરોપ ખંડ પોતાની ઠંડી હવાઓ, બરફવર્ષા અને ખુશનુમાં હવામાન માટે દુનિયાભરમાં જાણીતો હતો, તે પરંતુ આજે અચાનક એક સળગતી ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. વર્ષ 2026ની શરૂઆતે જ સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે ગ્લોબલ ર્વોમિંગ હવે કોઈ ભવિષ્યની ચેતવણી નથી, પરંતુ વર્તમાનની ભયાનક ઘટના બની ચૂકી છે.
હાલમાં યુરોપનાં 26 દેશો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે, જેમાંથી ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને ‘રેડ એલર્ટ‘ જાહેર કરવામાં આવ્યું છે.
આ મોટાભાગનાં દેશોમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અથવા તેની નજીક છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના જણાવ્યાં અનુસાર, યુરોપ પૃથ્વી પર સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો ખંડ છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યો છે.
યુરોપના 26 દેશો હીટવેવની ઝપેટમાં છે. ફ્રાન્સ, સ્પેન, બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાંથી મોટાભાગના દેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચી ગયું છે.