રાણાવાવ પંથકના નોનપ્લાન રસ્તા અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા
રાણાકંડોરણાથી કેરાળા જતા રસ્તાના જાેબનંબર ફાળવવા અને રાણાવાવ સ્ટેશન પ્લોટથી આવળ માતાજીના મંદિર સુધીના રસ્તાને મંજૂરી આપવા કાંધલ જાડેજાએ કરી ભલામણ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩૦
પોરબંદર જિલ્લાના કુતિયાણા રાણાવાવ વિધાનસભા મત ક્ષેત્રના રાણાવાવ વિસ્તારના બે નોનપ્લાન રસ્તા અંગે ધારાસસભ્ય કાંધલભાઈ જાડેજાએ ઉચ્ચ કક્ષાએ સરકારમાં રજૂઆત કરી છે. રાણાવાવ-કુતિયાણાના મત વિસ્તારના લોક લાડીલા અને યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ માર્ગ અને મકાન વિભાગના મંત્રીની હવાલો સાંભળતા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે મારા કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મતવિસ્તારમાં આવતા રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામથી કેરાળા ગામ સુધી ૭ કિ.મી. રોડ અંદાજે ૫૦૦ જેટલા ખેડૂતોને લાગુ પડે છે અને બન્ને ગામને જાેડતો મુખ્યમાર્ગ હોય તો લોકોની સુખાકારી માટે રાણા- કંડોરણાથી કેરાળા ગામને જાેડતા રસ્તાના જાેબનંબર ફાળવી આપવા આપને અમારી ખાસ ભલામણ છે. ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ અન્ય રસ્તા બાબતે પણ જણાવેલ છે કે રાણાવાવ સ્ટેશન પ્લોટથી શ્રી આવળ માતાજીના મંદિર તરફ જતો રોડ ૬.૫૦ કિ.મી જે જુનો રાણાસાહેબ બાપુના રોડ તરીકે ઓળખાય છે તે રાણાવાવ સ્ટેશન થી રામગઢ, રાણાબોરડી, અણીયારી, દેવડા, ખંભાળા, હનુમાનગઢ તથા બિલેશ્વરને જાેડતો રોડ છે. તો લોકોની સુખાકારી માટે રાણાવાવ સ્ટેશન પ્લોટથી શ્રી આવળ માતાજી મંદિર નોનપ્લાન રોડને મંજૂર કરવા આપને મારી ખાસ ભલામણ છે તેમ મુખ્યમંત્રીને અલગ Iron પાઠવેલા પત્રમાં કાંધલભાઈ જાડેજાએ જણાવ્યું છે.


