શ્રાવણ માસમાં શ્રી કષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ થીમ આધારિત શિવસ્વરૂપ શણગાર કરાયો

શ્રાવણ માસમાં શ્રી કષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ થીમ આધારિત શિવસ્વરૂપ શણગાર કરાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૩૧
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તા.૩૧-૮-૨૦૨૬ને સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં ‘શિવલિંગ થીમ’ આધારિત અલૌકિક શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને શિવજીના રૂપમાં રૂદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર અને શીશ પર અર્ધચંદ્ર સાથે વિશેષ શણગારવામાં આવ્યાહતા. દાદાને રૂદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર અને મસ્તક (શીશ) પર અર્ધચંદ્ર ધારણ કરાવીને ત્રિશૂળ અને ડીમડુ તેમજ "નમ: શિવાય" લખેલા વિશેષ વાઘા સાથે શિવજીના રૂપમાં અદ્ભુત અને દિવ્ય શણગારવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહને શિવલિંગ અને ત્રિપુંડના દ્રશ્યમાન આકાર તેમજ ત્રિશૂળોની આકૃતિઓથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. આજે સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનૉ લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ. શ્રાવણ માસ દરમ્યાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન શિવપૂજન કરવામાં આવશે. સવારે ૭ થી સાંજે ૬ દરમ્યાન કરવામાં આવશે.