પવિત્ર શ્રાવણ માસમાં ખરેડીનાં પ૦થી વધુ યુવાનોની સોમનાથ સુધી યાત્રા યોજાઈ

પવિત્ર શ્રાવણ માસમાં ખરેડીનાં પ૦થી વધુ યુવાનોની સોમનાથ સુધી યાત્રા યોજાઈ

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૩૧
પવિત્ર શ્રાવણ માસમાં ભાગીરથી રન ર૦ર૬ અંતર્ગત ખરેડીથી સોમનાથ સુધી પ૦ યુવાનોની પવિત્ર યાત્રા યોજાઈ હતી. હરદ્વારથી લાવેલા પવિત્ર ગંગા જળથી સોમનાથ મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. ધ્વજા પૂજા અને ધ્વજારોહણ સાથે યુવાનોનો ધાર્મિક મહા સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ખરેડી, જામકંડોરણા, ધોરાજી, જૂનાગઢ, કેશોદ થઈ યુવાનોની ટીમ સોમનાથ પહોંચી હતી. હર હર મહાદેવ.. ના જયઘોષ સાથે પ૦થી વધુ રનર્સે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતાં. સ્વચ્છતા ફીટનેશ પર્યાવરણ જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો.