શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવિય બ્રહ્મ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૫
શ્રી સોરઠીય શ્રીગૌડ માળવિય બ્રહ્મ સેવા સમિતિ-જૂનાગઢ દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવ તા.૧૧ થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ભૂતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે દરરોજ રાત્રે ૭:૪૫ થી ૧૧:૪૫ સુધી યોજાશે. સંસ્થાના હોદ્દેદારોમાં પ્રમુખ આકાશ દવે, મહામંત્રી કેતન ભટ્ટ, ઉપપ્રમુખ વિરાજ પંડ્યા, ખજાનચી જીજ્ઞેશ ભટ્ટ, મંત્રી પિયુષ પુરોહિત, સહખજાનચી ભાર્ગવ દવે છે. આ કાર્યક્રમના પથદર્શક તરીકે શૈલેષભાઈ દવે, મહેન્દ્રભાઈ ભટ્ટ અને સનતભાઈ પંડ્યા માર્ગદર્શન આપી રહ્યા છે. આ તકે સમિતિના સભ્યો રાજુભાઈ દવે, નિરવ પુરોહિત, હેમાંગ દવે, ભાર્ગવ દવે, નિનાદ પંડ્યા, જય ભટ્ટ, ભાવેશ પુરોહિત, હારીત પુરોહિત, સ્મિત દવે, યોગેશ પુરોહિત, દેવમ(ભોલુ) પંડ્યા, ભૂષણ ભટ્ટ, હિમાલય ભટ્ટ, આશુતોષ દવે, હરીત પુરોહિત, કેવલ પુરોહિત, વૈભવ ભટ્ટ, રવિ ભટ્ટ તેમજ સીતાબેન દવે, જાગૃતિબેન પુરોહિત સહિત સમગ્ર ટીમ સક્રિય છે. આ ઉત્સવના મુખ્ય શુભેચ્છક હિતેષભાઈ દવે તથા જયશ્રીબેન દવે - ડિવાઈન ટ્રેડર્સ પરિવાર છે. જ્યારે અજીતભાઈ પંડયા, ભાવિકભાઈ પંડયા શુભેચ્છક રહેલા છે તેમ રાજુભાઈ પુરોહિતની યાદીમાં જણાવેલ છે.


