સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરી ગુનાઓનાં ભેદ ઉકેલવામાં જૂનાગઢની નેત્રમ શાખાએ પ્રથમ સ્થાન મેળવી ર૬મો એવોર્ડ મેળવ્યો

રાજયનાં પોલીસ વડા જી.એસ. મલીકનાં હસ્તે એવોર્ડ અપાયો

સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરી ગુનાઓનાં ભેદ ઉકેલવામાં જૂનાગઢની નેત્રમ શાખાએ પ્રથમ સ્થાન મેળવી ર૬મો એવોર્ડ મેળવ્યો

જૂનાગઢ તા. ૧૪
ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી  જી.એસ.મલીક ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી  રાજેન્દ્રસિંહ ચુડાસમા  તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસી ટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કિંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, "પોલીસ પ્રજાનો મિત્ર છે" તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે. જે અંતર્ગત જૂનાગઢ હેડક્વાર્ટર ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.પી.મકવાણા અને ૨૪ પોલીસ સ્ટાફ તથા એન્જીનીયરો 24x7 ફરજ બજાવે છે. Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડીજીપીની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્વારા રાજ્યના તમામ જિલ્લા દ્વારા વર્ષ ૨૦૨૬ના ક્વાર્ટર-૨ (તા.૦૧/૦૪/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ સુધીના) સમયગાળા દરમ્યાન સીસી ટીવી કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્વારા ક્વાટર-૨ (તા. ૦૧/૦૪/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ સુધી)માં જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ છે. આમ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની “શોધ” કેટેગરીમાં ૨૦ મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. નેત્રમ શાખાના પીએસઆઇ એચ.પી.મકવાણાની ટીમના પોલીસ હેડ કોન્સ.  વિક્રમભાઈ જીલડીયાને ગાંધીનગર ખાતે ડીજીપી  જી.એસ.મલીક  દ્વારા નેત્રમ શાખાને ૨૬ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ ૨૦ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, જેમાં બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં તમામ વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે, તેમજ ૩ વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.
વર્ષ એપ્રીલ - ૨૦૨૧ થી જૂન – ૨૦૨૬ સુધી સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્વારા કુલ ૩૪૪૫કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે. જે ૩૭૫૪ કેસો પૈકી ૩૬૩૩ કેસો જૂનાગઢ જિલ્લાના અને ૧૨૧ જેટલા કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમી દ્વારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને સુરતમાં બનેલ બનાવનો ભેદ જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા ઉકેલાયેલ છે. અને કુલ રૂા.૨૪,૮૨,૩૨,૧૭૭/- (ચોવીસ કરોડ બ્યાશી લાખ બત્રીસ હજાર એકસો સિત્યોતેર) નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે.  
જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા, ટેક્નીકલ ઓપરેટર પ્રતિકભાઇ કરંગીયા, પાર્થભાઇ ચૌહાણ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્સ. રામશીભાઇ ડોડીયા, અશોકભાઇ વઘેરા, વિક્રમભાઇ જીલડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, લાખાભાઇ ટિંબા, અંજનાબેન ચવાણ, ખુશ્બુબેન બાબરીયા, રૂપલબેન છૈયા, જાનવીબેન પટોળીયા, શિલ્પાબેન કટારીયા, સુખદેવભાઇ કામળીયા, નરેન્દ્રભાઇ દયાતર, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, મિતલબેન ડાંગર, એન્જીનીયર રીયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, કિશનભાઇ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, રાજભાઈ મેહતા એમ કુલ ૨૪ સ્ટાફ દ્વારા સીસી ટીવી કેમેરાથી ૨૪ટ૭ કલાક મોનીટરીંગ કરી અને કામગીરી કરવામાં આવે છે. જૂનાગઢ નેત્રમ શાખાના સુપરવીઝન અધિકારી પી.એસ.આઇ. એચ.પી.મકવાણા અને તેમની ટીમને જાન્યુ ૨૦૨૧થી ઓક્ટોબર – ૨૦૨૬ સુધીમાં ડીજીપી  દ્વારા ફક્ત ૫ વર્ષના અંતરે ૨૬ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્વારા વર્ષ ૨૦૨૬ના ક્વાર્ટર-૨ (તા.૦૧/૦૪/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ સુધીના) સમયગાળા દરમ્યાન સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડીજીપી  જી.એસ.મલીક ના હસ્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરનો એવોર્ડ મેળવેલ અને જૂનાગઢ પોલીસનું ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ.  એચ.પી.મકવાણા,અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી  રાજેન્દ્રસિંહ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા વિસાવદર ડીવીઝનના એએસપી  રોહીતકુમાર,  જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી તથા કેશોદ ડિવીઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી  એ.એસ.પટણી , જૂનાગઢ શહેર ડિવીઝનના ડીવાયએસપી તથા માંગરોળ ડીવીઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી  હિતેષ ધાંધલીયા તથા એસસીએસટી સેલના ડીવાયએસપી તથા જૂનાગઢ ગ્રામ્ય ડિવીઝનના ઇન્ચા. ડીવાયએસપી રવીરાજસિંહ પરમાર દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.