દેખાવો બદલ CJPના સૌરવ દાસ - આશુતોષ રાંકાને જેલ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
દિલ્હીમાં ચુંટણીપંચ સામેના આંદોલનમાં વિપક્ષની સાથે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સરકારે હવે કોકરોચ સામેની કાર્યવાહી વધુ આકરી કરતા આ સંગઠનના અગાઉ અટકાયત કરાવવા પ્રવકતા આસુતોષ રાંકા તથા સહ સંયોજક સૌરવ દાસની વિધિવત ધરપકડ થયા બાદ તેઓને પાંચ દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલી અપાયા છે. તેઓએ છેલ્લા બે દિવસમાં કોકરોચના અન્ય કાર્યકર્તાઓની સાથે જંતર મંતર પર દેખાવોની કોશીશ કરી હતી તથા તિરંગો લહેરાવ્યો હતો. બાદમાં તેઓની ધરપકડ થઈ હતી. કોકરોચ આંદોલનમાં આ પ્રકારે બે વરિષ્ઠ નેતાઓને જેલમાં મોકલાયા હોવાની પ્રથમ ઘટના છે. આ તમામ સામે પ્રિવેન્ટીવ એકશન હેઠળ પગલા લેવાયા છે. જેમાં સરકારી કામમાં વિલન અને પ્રતિબંધીત ક્ષેત્રમાં બળજબરીથી ઘુસણખોરી વગેરે આરોપ લગાવાયા હતા.


