ઉપલા દાતાર મહાપર્વ ઉર્ષના પ્રથમ દિવસે દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૪
જૂનાગઢ ઉપલા દાતારની ધામિર્ક જગ્યામાં મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ રાત્રીએ ચંદન વિધિના કાર્યક્રમમાં દાતારબાપુના અમૂલ્ય આભૂષણો જે ગુફામાંથી વર્ષમાં એક જ વખત બહાર કાઢવામાં આવે છે તે આભૂષણની ચંદન વિધિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં દાતાર ભક્તો અને ભાવિકોએ ભાગ લીધો હતો અને દાતાર બાપુના આભૂષણોના દર્શન કરી અને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા. આ પ્રસંગે જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા ચંદનવિધિના આ કાર્યક્રમમાં પધારેલા ભાવિક ભકતોનું સન્માન સાથે આદર ભાવ સાથે આવકારી દાતાર બાપુના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે સાધુ-સંતો અને પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા અને દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


