નાઈઝીરીયામાં હોડી પલ્ટી જતા પ૧ ના મોત

નાઈઝીરીયામાં હોડી પલ્ટી જતા પ૧ ના મોત

(એજન્સી)         સોકોટો  તા.૨૧: 
નાઇજીરીયાના સોકોટો રાજ્યમાં ગોરાઉ ગામ નજીક નદીમાં હોડી પલટી જતાં ૫૧ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો હતા. મૃતકો મુસ્લિમ સમુદાયના હતા. ભૂતપૂર્વ સ્થાનિક કાઉન્સિલર ઇબ્રાહિમ મુસાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં ૪૬ મૃતદેહો મળી આવ્યા હતા અને તેમને દફનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પાંચ વધુ મૃતદેહો મળી આવ્યા હતા, જેનાથી મૃત્યુઆંક ૫૧ થયો હતો. અકસ્માત સમયે હોડીમાં ૭૦ થી વધુ લોકો સવાર હતા. તેથી, મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.