બહુ જલ્દી હોર્મુઝનું નિયંત્રણ લઈ લેશું : ટ્રમ્પનો દાવો
(એજન્સી) વોશિંગ્ટન તા.ર૧
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા જલ્દી જ હોર્મુઝ સ્ટ્રેટને પોતાના નિયંત્રણમાં લઈ લેશે. ટ્રમ્પે અમેરિકી રેડિયો નેટવર્ક ૭૭ WABCને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ઇરાનની સેવી, એરફોર્સ અને સૈન્ય નેતૃત્વને મોટું નુકસાન થયું છે.
ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા કોઈ પણ ભોગે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં. ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે સૈન્ય કાર્યવાહી જરૂરી હતી. તેમણે ચેતવણી આપી કે જો ભવિષ્યમાં પણ આવો ખતરો થયો તો અમેરિકા ફરીથી કડક પગલાં ભરી શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના મતે, ઈરાન પાસે હજુ કેટલીક મિસાઈલો અને ડ્રોન છે, પરંતુ પાંચ મહિના પહેલા જેવી ક્ષમતા બચી નથી. હવે તેમના માટે મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવી સરળ નહીં હોય.


