કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન થશે : સિધ્ધારમૈયા રાજીનામું આપશે : શિવકુમાર મુખ્યમંત્રી બનશે

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન થશે : સિધ્ધારમૈયા રાજીનામું આપશે : શિવકુમાર મુખ્યમંત્રી બનશે

(એજન્સી)         બેંગલુરુ તા.27
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આવતીકાલે ગુરુવારે રાજીનામું આપી શકે છે. કોંગ્રેસ પાર્ટી તેમની જગ્યાએ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવી શકે છે. બંને નેતાઓની મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી સાથે 6 કલાક સુધી બેઠક થઈ હતી.
સૂત્રો અનુસાર, બેઠકમાં રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું અને તેમને રાજ્યસભામાં મોકલવાની ઓફર આપી. સાથે જ તેમને દિલ્હીમાં મોટી રાષ્ટ્રીય ભૂમિકા ભજવવા જણાવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક સમર્થકો સાથે ચર્ચા કર્યા પછી સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ હાઈકમાન્ડનો ર્નિણય માનશે.
તેમણે ગુરુવારે સવારે મંત્રીઓને બ્રેકફાસ્ટ મીટિંગ માટે બોલાવ્યા છે. આ જ દિવસે સિદ્ધારમૈયા રાજીનામું આપી શકે છે.
ત્રણ વર્ષ પુર્વે રાજયમાં કોંગ્રેસ સરકાર બાદ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધરમૈયા અને ડી.કે.શિવકુમાર વચ્ચે જે કશ્મકશ હતી તેમાં અત્યાર સુધી સિદ્ધરમૈયા તેની પુરતી બચાવવામાં સફળ રહ્યા હતા પણ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની અઢી-અઢી વર્ષની ફોમ્ર્યુલા મુજબ ડી.કે.શિવકુમારે અઢી વર્ષ બાદ પોતાનો દાવો મજબૂત કર્યો હતો.
દિલ્હીમાં છેલ્લા બે દિવસથી મેરેથોન બેઠક બાદ જે ફોમ્ર્યુલા તૈયાર થઈ છે તેમાં સિદ્ધરમૈયાને રાજયસભામાં ચુંટી કઢાશે અને રાષ્ટ્રીય સ્તરે પક્ષ સંગઠન જવાબદારી સોંપશે તો ડી.કે.શિવકુમારે બાકીના સમયમાં રાજયનું મુખ્યમંત્રીપદ સંભાળશે.