સાળંગપુરધામમાં ‘અધિક જેઠ માસ‘ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગીતા જયંતી પ્રસંગે દિવ્ય શણગાર-તરબૂચ અન્નકૂટ દર્શન
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.27
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા - સાળંગપુરધામ)ના માર્ગદર્શનથી પવિત્ર ‘અધિક જેઠ માસ‘ એટલે કે ‘પુરૂષોત્તમ માસ‘ અંતર્ગત વિશેષ ધામિર્ક ઉત્સવોની હારમાળા યોજાઈ રહી છે. આ પવિત્ર માસ દરમિયાન ‘મારા દાદાને અધિક શણગારની સેવા‘ અંતર્ગત આજે તા.27-05-2026 ને બુધવાર (સુદ એકાદશી) ના રોજ ગીતા જયંતી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને અત્યંત મનોહર અને ભવ્ય દિવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો છે. આ મહોત્સવ અંતર્ગત મંદિરમાં ‘ગીતા-સાર‘ ના ભવ્ય ચિત્રો અને વિશેષ પૃષ્ઠભૂમિ સાથે શ્રી કૃષ્ણ અને અર્જુનના દિવ્ય પ્રસંગોનું જીવંત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ગીતા જયંતીના આ પાવન અવસરે હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને ગીતાજીના જ્ઞાનમય વાતાવરણના દર્શન કરી હજારો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.છે.દિવ્ય શણગાર દર્શન શણગાર આરતી : સવારે 05:45 કલાકે,રાજોપચાર પૂજન : સાંજે 05:00 થી 07:00 કલાકે, સંધ્યા આરતી : સાંજે 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે.


