કેવડાવાડી : પાણીનો પ્રવાહ ચાલુ છતાં ચેમ્બર બનાવવાની ચાલતી કામગીરીનો વિડીયો વાયરલ : ભારે ચકચાર

કેવડાવાડી : પાણીનો પ્રવાહ ચાલુ છતાં ચેમ્બર બનાવવાની ચાલતી કામગીરીનો વિડીયો વાયરલ : ભારે ચકચાર

જૂનાગઢ તા. ૪
જૂનાગઢનાં કેવડાવાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે જેને લઈને સ્થાનીકોમાં ભારે રોષ વ્યાપેલો છે. આ અંગે જાગૃત નાગરીકો દ્વારા મનપાનાં કમિશ્નરને એક પત્ર પાઠવી ભૂગર્ભ ગટરની કાગ્મગીરીમાં થતી બેદરકારી દુર કરવા તેમજ ટેકનીકલ ખામી અને જાહેર આરોગ્યને ખતરાને અટકાવી તાત્કાલીક અસરથી સુવ્યવિથિત રીતે કામગીરી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યકત કરવામાં આવી છે. 
જૂનાગઢ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરીની ગુણવત્તાને લઈને વ્યાપક ફરીયાદો ઉઠી છે અને તંત્ર દ્વારા કોઈ પગલા ભરાતા નહી હોવાની ફરીયાદો પણ ઉઠી છે લોકોમાં તિવ્ર આક્રોશ વ્યકત થઈ રહયો છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં કેવડાવાડી ખાતે ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. જાેવાની બાબત એ છે કે આ કામગીરી દરમ્યાન ગટરમાં પાણી ચાલુ હોવા છતાં કુંડી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુપરવાઈઝરની ગેરહાજરી જાેવા મળતી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કેવડા વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે તેમાં ગટરમાં પાણી વહેતું હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કુંડી બનાવવાની કામગીરી ચાલી રહી છે તેનો જાગૃત નાગરીક દ્વારા એક વિડીયો વાયરલ થતાં મનપા તંત્ર વાહકો સામે તિવ્ર વ્યાપેલો છે. જૂનાગઢનાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા સોહેલ એ. સિદિકીએ મનપાનાં કમિશ્નરશ્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી ઉપરોકત બાબતની રજુઆત કરતા જણાવેલ છે કે, ભૂગર્ભ ગટરની કામગીરી દરમ્યાન મુખ્ય ચેમ્બરનું પીસીસી કામ ચાલી રહયું હતું અને પાણી વહેતું હતું તેમ છતાં ચેમ્બર બાંધવાની કામગીરી કરવામાં આવી રહી હતી જેને લઈને કામગીરી કરનારને આ બાબતે પુછતા યોગ્ય જવાબ મળ્યા ન હતા. નિયમ મુજબ કોઈપણ સીમેન્ટ કોંક્રીટનું કામ સુકી જગ્યાએ થવું જાેઈએ પરંતુ અહીં પાણીનો પ્રવાહ ચાલુ હોવા છતાં કામગીરી ચાલુ હતી. નિષ્ણાંતોનાં મતે ચાલુ પાણીમાં સીમેન્ટનું જાેડાણ યોગ્ય રીતે થતું નથી જેને કારણે આ ચેમ્બરો ધસી પડવાની કે લીકેજ થવાની શકયતા નકારી શકાતી નથી. બાજુમાં પાણીની પાઈપ લાઈન તુટી હોવાથી પાણી વહેતુ રહે છે જેની દરકાર લેવામાં આવતી નથી. આ બાબતે મજુરને પુછતા તેમણે કહયું કે, મને ખબર નથી શેઠને ખબર હોય તેવો જવાબ આપવામાં આવ્યો હતો.  
દરમ્યાન કેવડા વાડી વિસ્તારનાં લોકોએ કમિશ્નરને પાઠવેલા પત્રમાં વધુમાં જણાવેલ કે, ઉપરોકત સ્થળ પર ચાલી રહેલી કામગીરીને તાત્કાલીક અસરથી અટકવવામાં આવે તેમજ ટેકનીકલ નિષ્ણાંત દ્વારા તપાસ કરી નિયમ મુજબ ફરી કામગીરી કરાવવામાં આવે તેમજ જવાબદાર કોન્ટ્રાકટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે તેમજ તુટેલી પાઈપલાઈનને તાત્કાલીક રીપેર કરી પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી છે અને આ બાબતે યોગ્ય પગલા લેવામાં નહી આવે તો કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું અંતમાં જણાવેલ છે.