ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ દ્વારા બંધારણ દિવસની ઉજવણી

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ દ્વારા બંધારણ દિવસની ઉજવણી

હાલોલ તા.ર૭
બંધારણ દિવસ નિમિત્તે, ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવસિર્ટી (GNFSU), હાલોલની કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, અમદાવાદ અને મુંબઈના તાલીમ સેવા મહાનિર્દેશાલય (DGTS) ના સહયોગથી, બુધવાર, ૨૬ નવેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૨૫ વાગ્યે ભારતના બંધારણના આમુખ નું સામૂહિક વાંચનનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્ષનું વિશેષ મહત્વ છે કારણ કે તે ભારતીય બંધારણ અપનાવવાની ૭૫મી વર્ષગાંઠની વર્ષભરની ઉજવણીની પરાકાષ્ઠાને ચિહ્નિત કરે છે, એક ઐતિહાસિક ક્ષણ જ્યારે માર્ગદર્શક શબ્દો "આપણે, ભારતના લોકો" એ આપણા લોકશાહી આદર્શો, અધિકારો અને ફરજોનો પાયો નાખ્યો હતો. આ કાર્યક્રમમાં માનનીય કુલપતિ ડૉ. સી. કે. ટિમ્બડિયા, ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવસિર્ટી (GNFSU) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ. પ્રભુ નાયકા, પ્રિન્સિપાલ અને ડીનના માર્ગદર્શન હેઠળ, ડૉ. કિશન મશાલિયા, સુશ્રી કલ્યાણી ગણવિત, ડૉ. મૈત્રી સતાસિયા, દ્વારા ભારતના બંધારણના આમુખ નું સામૂહિક વાંચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ સામૂહિક વાંચનમાં સહપ્રાધ્યાપ્ક અને મદદનીશ પ્રાધ્યાપકો, સ્ટાફ સભ્યો અને ૧૦૦ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો. માનનીય કુલપતિ ડૉ. સી. કે. ટિમ્બડિયા સાહેબશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ, એકતા અને લોકશાહી ભાવનાને પ્રોત્સાહન આપવાની સાથે બંધારણીય મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટ કરવા શાબ્દિક પ્રવચન આપવામાં આવેલ હતું. તદુપરાંત ડૉ. પ્રભુ નાયકા દ્વારા વિદ્યાર્થીઓને બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્ર વિકાસ પ્રત્યેની ભાવના કેળવવા પર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ સામૂહિક વાંચનથી યુવાનોમાં બંધારણીય મૂલ્યો તથા જાગૃતિ, એકતા અને લોકશાહી ભાવનાનો વિકાસ થશે.