ગુજરાત રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી

ગુજરાત રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી

સાળંગપુર, તા.રર
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.૨૧-૮-૨૬ ને શુક્રવારના રોજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે દર્શનાર્થે પધાર્યા હતા. મંત્રીએ શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ કૌશિકભાઈ વેકરિયાને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધી, "કિંગ ઓફ સાળંગપુર"ની પ્રતિમા આપી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.