ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત 'ઓપરેશન સિંદૂર' ગરબો વગાડવામાં આવશે.
આવતીકાળ તાં 28 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાતે 11 વાગ્યે ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા 'ઓપરેશન સિંદૂર' ગરબો વગાડવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. સમગ્ર ગુજરાતમાં આવતીકાલે એક જ સમયે અને જ તાલમાં દેશના વીર જવાનોને બિરદાવવામાં આવે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી આવતીકાલે ગુજરાતની તમામ ગરબીઓમાં રાતે 11:00 થી 11:10 વાગ્યા સુધી માઁ આદ્યશક્તિની આરાધના સાથે દેશભક્તિનો રંગ પણ ચઢશે. ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીએ આ 10 મિનિટને વિશ્વ વિક્રમ બનાવવાનો સમય બતાવ્યો છે.


