ગુજરાતમાં થઇ શકે છે 17 જેટલા નવા તાલુકાઓની રચના.
ગુજરાતના 33 જિલ્લાઓમાં 17 જેટલા નવા તાલુકાઓ બનાવવાની શક્યતાઓ જણાઈ રહી છે. જેમાં સુરત જીલ્લાના મહુવા તાલુકામાંથી ‘અંબિકા’ નામે નવો બનશે. જેનાથી લોકોને સરકારી અને વહીવટી લાભો પ્રાપ્ત કરવા પડતી મુશ્કેલીઓનો અંત આવશે. બનાસકાંઠાના થરાદ તાલુકામાંથી ‘રાહ’ નામનો નવો તાલુકો બનશે.આ અંગે નોટીફીકેશન પણ ટૂંક સમયમાં જાહેર થશે.
નવા નાના તાલુકા બનવાથી સરકારી લાભો તાલુકાના સૌથી આખરી અને દુર્ગમ ગણાતા વિસ્તારો સુધી પહોચશે તેમજ સ્થાનિક નેતૃત્વને પીઠબળ મળશે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યના વિકાસ અને પ્રજાના હિતમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


